વાહન અકસ્માત સારવાર સહાય યોજના | અકસ્માત બાદ ૪૮ કલાક સુધી મળશે મફત સારવાર જાણો કેવી રીતે
વાહન અકસ્માત સારવાર યોજના મફત વાહન અકસ્માત સારવાર યોજના |
વાહન અકસ્માત સારવાર સહાય યોજનાએ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે. ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી, અરજદારને આ યોજનાથી શું લાભ થશે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં મેળવીશું
Vahana Akasmat sarvar Sahay Yojana
આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત થઇ રહ્યો છે સાથે સાથે અકસ્માતોના
પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. ડોક્ટરોના મત અનુસાર જો
અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજા પામનારને સારવાર મળી જાય તો ઇજાગ્રસ્તને બચાવવાની
તકો વધી જતી હોય છે. અકસ્માત પછીનો શરૂઆતનો એક કલાક એક એવો ગોલ્ડન સમયછે, જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ
પ્રમાણ ટાળી શકાયછે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે વાહન અકસ્માત મફત સારવાર યોજના અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારને અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા
માં આવે છે.
અકસ્માત સારવાર યોજના Highlight Point
યોજના નું નામ |
વાહન અકસ્માત સારવાર યોજના (Vahana Akasmat sarvar Yojana 2023) |
યોજનાની શરૂઆત કોણે કરી |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ |
વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને મફત સારવાર પૂરી પાડવી |
લાભાર્થી |
અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ |
અકસ્માત સહાય યોજના pdf |
|
અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download |
|
નિયમિત માહિતી માટે ગ્રુપમાં જોડાઓ. |
વાહન અકસ્માત સારવાર સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે ?
આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની હદમાં
થયેલ અકસ્માતમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના
સગાંએ યોજનાનો લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.
વાહન અકસ્માત સારવાર યોજના હેઠળ શુ લાભ મળે ?
આ વાહન અકસ્માત સહાય યોજનામાં વાહન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને અકસ્માત થયાના પ્રથમ ૪૮ કલાકમાં જે પણ સારવાર અપાય છે અથવા , ઓપરેશન,વગેરે માટે જે ખર્ચ થાય છે તે ખર્ચ પેટે સરકાર 50,000/- ની મર્યાદામાં હોસ્પિટલને સીધે સીધી ચુકવણી કરે છે.
આ યોજનામાં ઇજા પામનાર જે હોસ્પિટલમાં દાખલ
થાય છે, તે હોસ્પિટલમાં હયાત તમામ સહાય મેળવી
શકે છે. તેમજ જો
અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર તે હોસ્પિટલમાં ના હોય
અને નજીકની અન્ય
હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો
ત્યાંથી ઇજા
પામનાર આ સારવાર મેળવી શકે
છે. જેના ખર્ચનું ચુકવણુ દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ
હોય છે. ગુજરાત સરકાર
દ્વારા નિયત દરોમાં તેનું
જે તે હોસ્પિટલને ચુકવણુ કરવામાં આવતુ હોય છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.
વાહન અકસ્માત સારવાર યોજના શું છે?
a.
જવાબ: આ યોજનામાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માત
થયાના પ્રથમ 48 કલાક સુધી
મફત સારવાર આપવામાં આવે છે.
2.
Vahana Akasmat sarvar Yojana નો ઉદેશ્ય શું છે?
a.
યોજનાનો હેતુ અકસ્માત થયા બાદ તાત્કાલિક સારવાર મળી
રહે જેના
કારણે અકસ્માતમાં થતા મૃત્યુ દરને ઘટાડવાનો છે.
3.
ગુજરાત માર્ગ અકસ્માત પીડિત
વળતર યોજનામાં શું લાભ મળે ?
a.
વાહન અકસ્માત સારવાર યોજનામાં અકસ્માતના 48 કલાક સુધીરૂ. 50,000/- ની મર્યાદામાં મફત સારવાર મળી રહે છે.
0 Comments