CET ધોરણ 5 પરિણામ 2025 જાહેર : માહિતી, પ્રક્રિયા અને મહત્વની બાબતો
CET ધોરણ 5 પરિણામ 2025
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ હેઠળ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)’ નું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા રાજ્યની પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, ટ્રાઇબલ જ્ઞાનશક્તિ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ તેમજ મફત શિક્ષણની તક પૂરી પાડે છે. CET ધોરણ 5નું પરિણામ 2025 એ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શૈક્ષણિક ભવિષ્યનો પાયો નક્કી કરે છે. આ આર્ટિકલમાં, આપણે CET પરિણામ તપાસવાની પ્રક્રિયા અને અન્ય મહત્વની બાબતો વિશે જણાવીશું.
‘CET ધોરણ 5 પરિણામ
2025
જાહેર
CET ધોરણ 5ની પરીક્ષા તા.29/03/2025 ના રોજ લેવામાં આવી હતી
જે પરીણામ આજ રોજ જાહેર કરવામાં આવેલ છે જે તમે નીચે આપેલ પ્રકિયા દ્વારા પરિણામ જોઇ શકો છો.
CET 2025 નું પરિણામ કેવી રીતે તપાસવું?
CET 2025 નું પરિણામ વિધાર્થીની શાળા મારફતે https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી જાણી શકાશે
CET ધોરણ 5 પરિણામ 2025 હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | CET ધોરણ 5 પરિણામ 2025 |
પરિણામ અંગેનું જાહેરનામુ જોવા માટે | |
પરિક્ષાનું પરિણામ જોવા માટે | |
લિસ્ટ માં નામ ચકાસવા અહીંં ક્લિક કરો
CET ધોરણ
૫ ના પરિણામ પછીની પ્રક્રિયા’
- મેરિટ લિસ્ટ: પરિણામના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે, જેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓના નામ હોય છે.
- ઓનલાઇન એપ્લિકેશન: મેરિટ માં સમાવેશ વિધાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે જેમાં શાળા પસંદગી કરવાની હોય છે ત્યારબાદ મેરીટ પ્રમાણે શાળામાં પ્રવેશ મળે છે
- પ્રવેશ: મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ અથવા રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ મળે છે.
- દસ્તાવેજ ચકાસણી: પ્રવેશ પહેલાં જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને શાળાનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરવા પડે છે.
- - જે બાળકો મેરીટ મા આવશે તેમનું રજીસ્ટ્રેશન ૦૯/૦૪/૨૦૨૫ થી શરૂ થશે
- - રજીસ્ટ્રેશન ની સાથે સાથે Choise Filling પણ થશે
- - બાળકોના જરૂરી દસ્તાવેજો જેમ કે જન્મ નું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે હાથવગા રાખવા
- - જન્મ નું પ્રામણપત્ર ના હોય તો આચાર્ય નું બોનોફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરવું
- - જાતિનું પ્રમાણપત્ર ના હોય તો વાલીનું જાતીનું પ્રમાણપત્ર અપલોડ કરવું
- - વાલીની લેખિત સંમતિ ખાસ લેવી કે કે પોતાના બાળકને રેસીડેન્સીયલ શાળા માં મોકલવા માંગે છે કે શિષ્યવૃત્તિનો લાભ લેવા માંગે છે
- - રેસીડેન્સીયલ શાળા માં આ વખતે એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ શાળાનો નવો ઉમેરો કરવામાં આવ્યો છે
- - વાલીનો મોબાઈલ નંબર આ વખતે રજીસ્ટ્રેશન માં ફરજિયાત કરેલ છે માટે વાલી નો મોબાઈલ નંબર ફરજિયાત નાખવો. વાલીના નંબર પર OTP આવશે એ OTP એન્ટર કર્યા બાદ જ રજીસ્ટ્રેશન થશે
‘મુખ્યમંત્રી
જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’ મહત્વની બાબતો
- પાત્રતા: સરકારી અને અનુદાનિત શાળાઓના ધોરણ 5ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ સ્કૂલ માટે પાત્ર છે.
- પરીક્ષા ફી: આ પરીક્ષા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
- લાભ: પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી મફત શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા મળે છે.
ઉપસંહાર
CET ધોરણ 5નું પરિણામ 2025 એ વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. આ પરીક્ષા દ્વારા ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની તક મળે છે. પરિણામ જાહેર થતાંની સાથે તેને તપાસી લો અને પ્રવેશ પ્રક્રિયા માટે જરુરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી ,વધુ માહિતી માટે SEBની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહો.
Social Plugin